Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 13:2 - કોલી નવો કરાર

2 જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 13:2
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

એણે કીધુ કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ તેઓને આપેલી નથી.


તઈ એણે ઈ લોકોને કીધુ કે, “તમારા થોડા વિશ્વાસને લીધે કેમ કે, હું તમને હાસુ કવ છું કે, જો રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે આ ડુંઘરને કેહો કે ખહી જા, તો ઈ ખહી જાહે, અને તમને કાય પણ અશક્ય નય લાગે.”


અને અંજીરના ઝાડને મારગની કોરે જોયને ઈ એની પાહે ગયો, અને પાંદડાઓને છોડીને બીજુ કાય નો જોયને એને કીધુ કે, “હવેથી તમારામાં કોયદી ફળ નય આવે.” અને અંજીરનું ઝાડ તરત હુકાય ગયુ.


ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “હું તમને હાસુ કવ છું કે, જો તમે વિશ્વાસ રાખો, અને શંકા નો કરો; તો નય ખાલી આવું કરશો, જે આ અંજીર ઝાડને કરેલું છે; પણ જો આ ડુંઘરાને કેહો કે, ઉખડી જા, અને દરીયામાં જયને પડ, તો એમ થય જાહે.


અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ.


કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.


પણ મારા ભાઈઓ અને બહેનો, હું પોતે પણ તમારા વિષે પાકુ જાણું છું કે, તમે પણ પોતે જ ભલાયથી ભરેલા અને તમે પુરી રીતે જાણો છો કે, તમારે શું કરવુ જોયી અને એક-બીજાને પ્રોત્સાહિત પણ કરી હકો છો.


હવે જે સંદેશાને પેલાથી જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ ઈ આ મસીહના વખતમાં જાહેર થયો છે અને બધીય જાતિઓ વિશ્વાસની આધીન થાય, ઈ હાટુ સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓમાં તેઓને જણાવવામાં આવ્યો છે.


ઈ હાટુ જો કોય માણસ માથે ઓઢીને પ્રાર્થના કા પરમેશ્વરનાં હુકમોને મંડળીમાં જાહેર કરે છે, ઈ મસીહનું અપમાન કરે છે, જે મંડળીનું માથું છે.


મંડળી અને મસીહના આ દેહમાં, પરમેશ્વરે આપણને જુદા જુદા પરકારના કામો આપ્યા છે: બધાયની પેલા, થોડાકને ગમાડેલા ચેલા થાવા હાટુ ગમાડીયા, બીજા આગમભાખીયાઓ, ત્રીજા શિક્ષકો, પછી સમત્કાર કરનારાઓ, હાજા કરનારાઓ, મદદ કરનારાઓ, વહીવટકરનારાઓ, અને જુદી જુદી ભાષા બોલનારાઓ.


જો કે, હું માણસોની અને સ્વર્ગદુતોની ભાષામાં બોલું, પણ મારામાં પ્રેમ હોય નય, તો પછી રણકાર કરનારા પિત્તળ કા ઝણકાર કરનારા ઝાંઝરી જેવો હું છું.


અને જો હું મારી બધી જ મિલકત ગરીબોને ખવરાવી દવ, અને ન્યા હુધી કે, જો હું મારા દેહને આગમાં આપી દવ, પણ હું લોકોને પ્રેમ નથી કરતો, તો મારી હાટુ બધુય નકામું છે.


પ્રેમ કોયદી ઓછો થાતો નથી, પણ આગમવાણી કરવાનું દાન હોય તો ઈ નાશ થાહે; ભાષાઓ ભુલાય જાહે; બુદ્ધિ હોય તો ઈ વીસરી જાહે.


આગમભાખીયાઓમાંથી બે કા ત્રણ બોલે, અને ઈ જરૂરી છે કે, બીજા હાંભળે અને પારખે કે, જે વાતો કેવામાં આવી છે, ઈ હાસી છે! કે, નય!


ઈ હાટુ મારા વિશ્વાસી ભાઈઓ આગમવાણી કરવાની ઈચ્છા રાખો, બીજી ભાષાઓમાં બોલવાની ના પાડોમાં.


જે બીજી ભાષામાં વાતો કરે છે, ઈ ખાલી પોતાના જ વિશ્વાસને મજબુત કરે છે, પણ જે આગમવાણી કરે છે, ઈ મંડળીના બધાય વિશ્વાસીયોના વિશ્વાસને મજબુત કરે છે.


જોવ, હું તમને ભેદની વાતો કવ છું કે. આપડામાંથી કેટલાક વિશ્વાસીઓ મરી હકશે નય, પણ બધુય બદલાય જાહે. ઈ અસાનક બનશે, એટલી જલ્દી જેમ કે, કોય પોતાની આંખુ પટપટાવે છે. જઈ છેલ્લું રણશિગડું વાગશે, તો જે લોકો મરી ગયા છે તેઓ કાયમ જીવન જીવવા હાટુ ફરીથી જીવતા કરવામાં આયશે અને આપણે જીવી છયી, આપડા દેહનું બદલાણ થાહે.


જો કોય પરભુને પ્રેમ રાખે નય, તો ઈ હરાપિત થાય, અમારા પરભુ, આવો!


દરેક માણસે આપણને મસીહના સેવકો અને પરમેશ્વરનાં હાસને પરગટ કરનારા માલિકો હમજવા.


કોયની સુન્‍નત થય છે કા નથી થય, એનાથી કોય ફરક પડતો નથી, ખાલી પરમેશ્વરની આજ્ઞાઓ પાળવી બોવ જરૂરી છે.


તો પછી, હું નીવેદ ખાવાના વિષે સવાલનો જવાબ દેવા માગું છું અમે જાણી છયી કે, મૂર્તિઓ જગતમાં કાય નથી પણ ખાલી એક જ હાસા પરમેશ્વર સિવાય બીજો કોય પરમેશ્વર નથી.


હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.


પણ હું તમને કવ છું કે, તમારે આત્માની આગેવાની પરમાણે જીવન જીવો અને તમે દેહ ઈચ્છે તેવા પાપી કામો નો કરો.


જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું.


જો કોય વિસારે છે કે, ઈ એક મોટો માણસ છે, જો કે ખરેખર ઈ નથી, પણ આવું વિસારીને ઈ પોતાને દગો દેય છે.


એના વિષે જઈ તમે વાસશો કે, મેં શું લખ્યું છે, તમે મસીહના વિષે આ યોજના સોખી રીતે હમજી જાહો.


અને મારી હાટુ પણ પ્રાર્થના કરીને પરમેશ્વરને કેજો કે, ઈ મને બોલવા હાટુ હાસો શબ્દ આપે જેથી હું હિંમતથી હારા હમાસાર વિષે જે બધાય લોકોની હાટુ છે, એના ભેદની વાત હમજાવી હકુ.


અને ઈ ગુપ્ત વાતો જે વરસોથી વીતી ગ્યેલી પેઠીયોથી ગુપ્ત રય પણ હવે પરમેશ્વર પોતાના પવિત્ર લોકો ઉપર પરગટ કરી છે.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


જે બીજાઓને પ્રેમ નથી કરતાં ઈ પરમેશ્વરને નથી ઓળખતા કેમ કે, પરમેશ્વર પ્રેમ છે;


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ