એણે જવાબ દીધો કે, “તારા પરભુ પરમેશ્વર ઉપર પુરા હૃદયથી અને પુરા જીવથી અને તારા પુરા સામર્થ્યથી અને તારા પુરા મનથી પ્રેમ રાખ; જેવો તું તારા ઉપર પ્રેમ કરે છે, તેવો તારા પાડોશી ઉપર પ્રેમ રાખ.”
હવે પરમેશ્વર કે, જેની ઉપર તમે આશા રાખો છો, ઈ તમને વિશ્વાસ રાખવામાં એક ધારો આનંદ અને શાંતિથી ભરપૂર કરે, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા વધતી જાય.
અને મસીહ બધાય લોકોની હાટુ મરી ગયો, જેથી અત્યારે જે જીવતા છે, તેઓ પોતાની જાતને રાજી કરવા હાટુ નય પણ જે તેઓની હાટુ મરી ગયો અને મરણમાંથી પાછો જીવતો થય ગયો એની હાટુ જીવે.
જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.
પરમેશ્વરે પોતાના ઈ કિંમત અને મહિમાનું ગુપ્ત જે એની પાહે બધાય લોકો હાટુ છે, પોતાના લોકો ઉપર પરગટ કરવાનો ફેસલો લીધો. ઈ ભેદ પોતે મસીહ છે, જે તમારામા છે, આ તમને મહિમામાં ભાગીદારી થવાની આશા આપે છે.
તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી ઈ આશા ઉપર આધારિત છે જે તમારી હાટુ સ્વર્ગમા રાખી છે, તમે પેલાથી જ એના વિષે હાંભળ્યું છે, જઈ પેલીવાર લોકો તમારી પાહે આવ્યા અને તમને ઈસુ મસીહના વિષેમા હારા હમાસાર હંભળાવી, જેમ કે, પરમેશ્વરનો હાચો સંદેશ છે.
અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.
પણ આપડે જે દિવસના બાળકો છયી, ઈ હાટુ આપડે પોતાની ઉપર કાબુ રાખવો જોયી. વિશ્વાસ અને પ્રેમ એક બખતરની જેમ છે એને પેરી લ્યો જે રક્ષણ કરે છે અને તારણની આશાનો ટોપ પેરીને સાવધાન રયો,
મસીહે જે કાય કરયુ છે, એની લીધે તમે પરમેશ્વર ઉપર ભરોસો કરી રયા છો, જેણે મસીહને મોતમાંથી પાછો જીવતો કરી દીધો, એને બોવ જ માન દીધુ ફળ સ્વરૂપે પરમેશ્વર ઈ જ છે, જેની ઉપર તમે ભરોસો કરી રયા છો અને આશા રાખો છો કે ઈ તમારી હાટુ મહાન કામ કરશે.
હે બાપાઓ, હુ તમને ઈ હાટુ લખું છું કેમ કે, તમે મસીહને ઓળખો છો, જે શરુઆત છે. હે જુવાનો, મે તમને ઈ હાટુ લખી રયો છું કેમ કે, તમે તાકાતવાળા છો અને પરમેશ્વરનું વચન તમારામા છે, અને તમે શેતાન ઉપર જીત મેળવી છે.
જઈ તમે મસીહ ઉપર વિશ્વાસ કરયો તઈ હાસો સંદેશો તમે હાંભળ્યું, ઈ જ તમારામા બનેલો રેય, જો ઈ તમારામા બનીને રેય, તો તમે પણ દીકરામાં, અને પરમેશ્વર બાપમાં બનેલા રેહો.
જો કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનું જીવન તેઓમાં બનેલુ રેય છે, અને ઈ વારંવાર પાપ કરી નથી હકતો કેમ કે, ઈ પરમેશ્વરનો સંતાન છે.