પણ ફક્ત એક જ વાતને ખરેખર હાંભળવાની જરૂર છે કે, હું શું શિક્ષણ આપું છું મરિયમે હારી પસંદગી કરી છે. ઈ કરવાથી જે આશીર્વાદ મેળવે છે ઈ એનાથી લય લેવામાં આયશે નય.”
પણ ખરેખર બધીય વસ્તુથી મારા પરભુ મસીહ ઈસુને ઓળખવા ઈ જ મારી હાટુ વધારે મહત્વનું હમજુ છું; જેના કારણે મે બધીય વસ્તુઓને મુકી દીધી છે અને એને કસરો જ હમજુ છું જેથી હું મસીહને મેળવી હકુ.
વિશ્વાસના લીધે જ આદમના દીકરા હાબેલે પોતાના મોટા ભાઈ કાઈન કરતાં સડીયાતું બલિદાન પરમેશ્વરને સડાવ્યુ અને એના બલિદાનને પરમેશ્વરે અપનાવીને એને ન્યાયી જાહેર કરયો. કેમ કે પરમેશ્વર હાબેલના બલિદાનથી રાજી થ્યો હતો અને એનું મોત થય ગ્યું છે, તો પણ આપડે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખવા હજીય પણ એનાથી શિખી છયી.