30 આપડે બધાયને હાજા કરવાનું વરદાન મળ્યું નથી, આપડે બધાયને જુદી-જુદી ભાષા બોલતા નથી, આપડે બધાય ભાષાંતર કરતાં નથી.
કોયને સમત્કારી કામો કરવાનું; અને કોયને સંદેશો આપવાનું; કોયને આત્માઓને પારખવાનું, અને કોયને જુદી-જુદી ભાષા બોલવાનું અને કોયને ભાષાંતર કરવાનું કૃપાદાન આપવામાં આવેલું છે.
મંડળી અને મસીહના આ દેહમાં, પરમેશ્વરે આપણને જુદા જુદા પરકારના કામો આપ્યા છે: બધાયની પેલા, થોડાકને ગમાડેલા ચેલા થાવા હાટુ ગમાડીયા, બીજા આગમભાખીયાઓ, ત્રીજા શિક્ષકો, પછી સમત્કાર કરનારાઓ, હાજા કરનારાઓ, મદદ કરનારાઓ, વહીવટકરનારાઓ, અને જુદી જુદી ભાષા બોલનારાઓ.
આપડે બધાય ગમાડેલા ચેલા નથી, આપડે બધાય આગમભાખીયા નથી, આપડે બધાય સંદેશો આપનારા નથી, આપણે બધાય સમત્કાર કરનારા નથી.
કોયને ઈ જ આત્માથી વિશ્વાસ; અને કોયને ઈ જ આત્માથી હાજા કરવાનું વરદાન આપે છે.
આ કારણે જે બીજી ભાષા બોલે, તો ઈ પ્રાર્થના કરે કે, એણે જે કીધું એનો અરથ પોતે હંમજાવી હકે.