Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 12:28 - કોલી નવો કરાર

28 મંડળી અને મસીહના આ દેહમાં, પરમેશ્વરે આપણને જુદા જુદા પરકારના કામો આપ્યા છે: બધાયની પેલા, થોડાકને ગમાડેલા ચેલા થાવા હાટુ ગમાડીયા, બીજા આગમભાખીયાઓ, ત્રીજા શિક્ષકો, પછી સમત્કાર કરનારાઓ, હાજા કરનારાઓ, મદદ કરનારાઓ, વહીવટકરનારાઓ, અને જુદી જુદી ભાષા બોલનારાઓ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 12:28
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓ આ સમત્કાર કરવામા મકમ થાહે કે, તેઓ મારા નામથી મેલી આત્માઓને બારે કાઢશે, અને હું તેઓને નવી ભાષા બોલવામાં મકમ બનાવય.


ઈ હાટુ સિમોન જેનું નામ ઈસુએ પિતર રાખ્યું, અને એનો ભાઈ આંદ્રિયા, અને યાકુબ, અને યોહાન, અને ફિલિપ, અને બર્થોલ્મી,


ઈ દિવસોમાં થોડાક વિશ્વાસી જે આગમભાખીયા હતાં, યરુશાલેમ શહેરથી અંત્યોખ શહેરમાં આવ્યા.


તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.


તમારુ જીવન એવું રાખો જેથી યહુદીઓ, બિનયહુદીઓ કે પરમેશ્વરની મંડળીને કાય નુકશાન નો થાય. તમે મારું અનુકરણ કરો. હું મારા બધાય કામોથી બધાય લોકોને રાજી કરવા માંગું છું, હું મારા સ્વાર્થનો વિસાર કરતો નથી, પણ બધાય લોકોનું ભલું કરું છું; જેથી બધાય લોકોને પરમેશ્વર બસાવે.


પણ હાસોહાસ પરમેશ્વરે આપડા દેહના બધાય અંગોને પોતાની ઈચ્છા પરમાણે દેહમાં લાયક જગ્યાએ ગોઠવા છે.


આપડે બધાય ગમાડેલા ચેલા નથી, આપડે બધાય આગમભાખીયા નથી, આપડે બધાય સંદેશો આપનારા નથી, આપણે બધાય સમત્કાર કરનારા નથી.


આપડે બધાયને હાજા કરવાનું વરદાન મળ્યું નથી, આપડે બધાયને જુદી-જુદી ભાષા બોલતા નથી, આપડે બધાય ભાષાંતર કરતાં નથી.


પણ, બીજી ભાષામાં બોલે છે, ઈ માણસની હારે નય, પણ પરમેશ્વરની હારે વાત કરે છે, ઈ હાટુ કે કોય એની ભાષાને હંમજી હકતા નથી. કેમ કે, આવો માણસ પવિત્ર આત્માના સામર્થ્યમાં મરમની હાસાયના વિષે બોલે છે.


જે બીજી ભાષામાં વાતો કરે છે, ઈ ખાલી પોતાના જ વિશ્વાસને મજબુત કરે છે, પણ જે આગમવાણી કરે છે, ઈ મંડળીના બધાય વિશ્વાસીયોના વિશ્વાસને મજબુત કરે છે.


હું ઈચ્છું છું કે, તમે બધાય બીજી ભાષાઓમાં વાતો કરો, પણ ખાસ કરીને ઈચ્છું છું કે, આગમવાણી કરો કેમ કે, જો બીજી ભાષા બોલવાવાળો આ માણસ વાતનું મુલ્ય નથી કરતો તો ઈ મંડળીમાં વિશ્વાસીઑના વિશ્વાસને મજબુત કરવા હાટુ શું કેય છે, તો જે માણસ આગમવાણી કરે છે ઈ વધારે મહત્વનું કામ કરે છે.


એક હારે આપણે એનુ ઘર છયી, જે ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓના પાયા ઉપર બનેલું છે અને એનો ખૂણાનો પાણો પોતે મસીહ ઈસુ છે.


ભૂતકાળમાં પરમેશ્વરે લોકોને આ રહસ્ય પરગટ નથી કરયુ. પણ હવે એને આત્મા દ્વારા આપડા પવિત્ર ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓને એનો ખુલાશો કરયો છે.


જે વડવાઓ મંડળીમાં પોતાનુ કામ હારી રીતે કરે છે, એને હારી રીતે માન અને વેતન મળવું જોયી, ખાસ કરીને તેઓ લોકો જે પરમેશ્વરના સંદેશાને શીખવાડવા અને પરચાર કરવા હાટુ બોવ મેનત કરે છે.


તમારા આગેવાનો રાત-દિવસ તમારા આત્માઓની દેખભાળ કરે છે; જેથી તમે ભટકી નો જાવ. કેમ કે, તેઓને એની સેવાનો હિસાબ આપવાનો છે. ઈ હાટુ તમે એની આજ્ઞા પાલન કરો અને એની આધીન રયો, જેનાથી તેઓ પોતાનું કામ હરખથી કરે, નય કે હોગ કરતાં, કેમ કે, એનાથી તમને કાય લાભ થાતો નથી.


તમારા બધાય આગેવાનો અને પરમેશ્વરનાં બધાય લોકોને આપડી તરફથી સલામ કેજો. ઈટાલી દેશના વિશ્વાસી લોકો તમને સલામ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ