ઈ હાટુ જો આપડા દેહના એક અંગમાં દુખાવો થાય તો આખાય દેહને દુખ થાય છે. અને એવી જ રીતે જો આપડા દેહના એક અંગને હારી રીતે હંભાળ રાખવામાં આવે તો આખોય દેહ રાજી છે.
છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે.
પછી જે પત્ર મેં તમને લખ્યો હતો, ઈ નો તો તેઓની કારણે લખ્યો, જેણે અન્યાય કરયો, અને નો તેઓની કારણે જેની ઉપર અન્યાય કરવામાં આવ્યો, પણ ઈ હાટુ કે, તમારો અમારી પ્રત્યે લગાવ, ઈ પરમેશ્વરની હામે તમારી ઉપર પરગટ થય જાય.