21 આંખ હાથને એમ નથી કય હકતી કે, “મારે તારી જરૂર નથી!” અને માથું પગને એમ નથી કય હકતું કે, “મારે તમારી જરૂર નથી!”
જો આખો દેહ આંખ જ હોત. તો ઈ કેવી રીતે હાંભળત? જો આખો દેહ કાન હોત, તો ઈ કેવી રીતે હુંય હક્ત?
ઈ હાટુ, ભલેને દેહના ઘણાય અંગો છે, તોય દેહ તો એક જ છે.
વળી દેહના કેટલાય કુમણાં અંગો સિવાય તો આપડે હલાવી હકતા જ નથી.