20 ઈ હાટુ, ભલેને દેહના ઘણાય અંગો છે, તોય દેહ તો એક જ છે.
તેવી જ રીતે, આપડે પણ જે મસીહમા વિશ્વાસી છયી, આપડે બધાય મસીહના દેહના સભ્યો છયી અને આપડે બધાય એક-બીજા હારે જોડાયેલા છયી.
કેમ કે, જે પરકારે દેહ એક છે અને એના અંગો, બોવ છે, અને તે એક દેહના બધાય અંગો, ધણાય હોવા છતાં પણ બધાય મળીને એક જ દેહ છે, એમ જ મસીહ પણ છે.
આપડા દેહમાં એક જ અંગ નથી, પણ ઘણાય છે.
પણ જો એક જ અંગ હોત, તો કોય દેહ જ હોત નય!
આંખ હાથને એમ નથી કય હકતી કે, “મારે તારી જરૂર નથી!” અને માથું પગને એમ નથી કય હકતું કે, “મારે તમારી જરૂર નથી!”