17 જો આખો દેહ આંખ જ હોત. તો ઈ કેવી રીતે હાંભળત? જો આખો દેહ કાન હોત, તો ઈ કેવી રીતે હુંય હક્ત?
અને જો કાન કેય કે, “હું આંખ નથી ઈ હાટુ હું દેહનો અંગ નથી.” એથી ઈ દેહનો ભાગ મટી જાતો નથી.
પણ હાસોહાસ પરમેશ્વરે આપડા દેહના બધાય અંગોને પોતાની ઈચ્છા પરમાણે દેહમાં લાયક જગ્યાએ ગોઠવા છે.
આંખ હાથને એમ નથી કય હકતી કે, “મારે તારી જરૂર નથી!” અને માથું પગને એમ નથી કય હકતું કે, “મારે તમારી જરૂર નથી!”
આપડે બધાય ગમાડેલા ચેલા નથી, આપડે બધાય આગમભાખીયા નથી, આપડે બધાય સંદેશો આપનારા નથી, આપણે બધાય સમત્કાર કરનારા નથી.