16 અને જો કાન કેય કે, “હું આંખ નથી ઈ હાટુ હું દેહનો અંગ નથી.” એથી ઈ દેહનો ભાગ મટી જાતો નથી.
ભાઈઓની પ્રત્યે જેવો ગાઢ પ્રેમ એક-બીજાની ઉપર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને વધારે ગણો.
કેમ કે, હું ઈ કૃપાના કારણે જે મને મળી છે, તમારામાથી દરેકને કહુ છું કે, જેવી રીતે હંમજવુ જોયી, એનાથી વધારે કોય પણ પોતાની જાતને નો હંમજે, પણ જેમ પરમેશ્વરે તમને જેટલો વિશ્વાસ આપ્યો છે એની પરમાણે નમ્રતાથી હમજે.
જો પગ કેય કે, હું હાથ નથી ઈ હાટુ હું દેહનો અંગ નથી, એથી ઈ દેહનો ભાગ મટી જાતો નથી.
જો આખો દેહ આંખ જ હોત. તો ઈ કેવી રીતે હાંભળત? જો આખો દેહ કાન હોત, તો ઈ કેવી રીતે હુંય હક્ત?
વળી દેહના કેટલાય કુમણાં અંગો સિવાય તો આપડે હલાવી હકતા જ નથી.
પોતાના ફાયદા અને અભિમાન હાટુ કાય નો કરો, પણ દરેકે નમ્રભાવથી પોતાના કરતાં બીજાને વધારે લાયક ગણવા.