14 આપડા દેહમાં એક જ અંગ નથી, પણ ઘણાય છે.
કેમ કે, જે પરકારે દેહ એક છે અને એના અંગો, બોવ છે, અને તે એક દેહના બધાય અંગો, ધણાય હોવા છતાં પણ બધાય મળીને એક જ દેહ છે, એમ જ મસીહ પણ છે.
જો પગ કેય કે, હું હાથ નથી ઈ હાટુ હું દેહનો અંગ નથી, એથી ઈ દેહનો ભાગ મટી જાતો નથી.
પણ જો એક જ અંગ હોત, તો કોય દેહ જ હોત નય!
ઈ હાટુ, ભલેને દેહના ઘણાય અંગો છે, તોય દેહ તો એક જ છે.
આ કારણે ખોટુ બોલવાનું છોડીને, દરેક પોતાના સાથી વિશ્વાસુથી હાસુ બોલે કેમ કે, આપડે બધાય એક જ દેહના અંગ છયી.