Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 12:13 - કોલી નવો કરાર

13 જો આપણે યહુદી હોય કા બિનયહુદી હોય કે દાસ હોય કે આઝાદ હોય, આપડે બધાય એક જ આત્માથી જળદીક્ષા પામીને એક જ દેહ બની ગયા છે. અને આપણે બધાયે ઈ જ આત્મા પામી છે. જેવી રીતેથી આપડે એક જ વાટકામાંથી પીયી છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 12:13
36 ပူးပေါင်းရင်းမြစ်များ  

“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.


તઈ યોહાનને બધાયને જવાબ આપતા કીધું કે, “હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.


કેમ કે, એની કૃપાથી એની ભરપુરી આપડે બધાયે પ્રાપ્ત કરી, અને આશીર્વાદ ઉપર આશીર્વાદ આપ્યો.


મે એને ઓળખ્યા નોતા; પણ જેઓએ મને પાણીથી જળદીક્ષા આપવા મોકલ્યો, એણે જ મને કીધું હતું કે, જેની ઉપર તુ આત્માને ઉતરતા અને રેતા જોહે, ઈ જ પવિત્ર આત્માથી જળદીક્ષા આપનાર છે.


ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી માણસ પાણીથી અને પવિત્ર આત્મામાંથી જનમ પામ્યો નો હોય ન્યા હુધી, પરમેશ્વરનાં રાજ્યમાં ઈ જય હકતો નથી.


ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “પરમેશ્વરનાં દાનને અને જે તને કેય છે કે, મને પાણી આપો, ઈ કોણ છે, ઈ જો તુ જાણતી હોત, તો તુ એની પાહે પાણી માંગત અને ઈ તને જીવતું પાણી આપત.”


પણ જે કોય મારું દીધેલું પાણી પીહે, પછી ક્યારેય એને તરય લાગશે નય, અને ઈ એનામા પાણીનુ ઝરણુ બની જાય છે, જે અનંતકાળનું જીવન હુધી વહેતું રેહે.”


આત્મા જ જીવન આપે છે જે કોયને સદાય હાટુ જીવાડી હકે છે, માણસનો સ્વભાવ આ વાતમાં મદદ નથી કરતો. મે જે તારી પાહેથી શીખ્યું છે ઈ આત્માની વિષે, અને તેઓએ તને અનંતકાળ હાટુ બતાવ્યો.


કેમ કે, યોહાન તો તમને પાણીથી જળદીક્ષા દેય છે,” પણ થોડાક દિવસ પછી પરમેશ્વર તમારી હારે રેવા હાટુ પવિત્ર આત્માને મોકલશે.


એટલે પરમેશ્વરનું ન્યાયીપણું જે મસીહ ઈસુ ઉપરનાં વિશ્વાસ દ્વારા બધાય વિશ્વાસ કરનારાઓની હાટુ છે ઈ; કેમ કે, એમા કાય પણ ફેરફાર નથી.


પરમેશ્વર ખાલી યહુદીઓનો જ પરમેશ્વર નથી, પણ ઈ બિનયહુદીઓનો પણ પરમેશ્વર છે.


અને ઈ સુન્‍નત વગરનો જ હતો. તઈ વિશ્વાસથી જે ન્યાયીપણુ એને મળ્યુ હતું, એની ઓળખાણ થાવા હાટુ ઈ સુન્‍નતની નિશાની પામ્યો, જેથી બધાય સુન્‍નત વગરના વિશ્વાસીઓનો ઈ વડવો થાય કે, તેઓની લેખે ઈ હોતન વિશ્વાસનું ન્યાયપણું ગણાય.


અમે કય હકી છયી; જેમ આપડે પરભુ ઈસુના ચેલા બનવા હાટુ જળદીક્ષા લીધી હતી, એવી જ રીતે ઈ બધાય વાદળાની હેઠે લાલ દરિયામાં પસાર થયને મુસાના નિયમ પરમાણે હાલનારા બન્યા હતા.


પણ એનાથી પેલા કે, મસીહ આવ્યો અને અમે એની ઉપર વિશ્વાસ કરી હકી, આપડે યહુદીઓને જેલખાનામાં બંધ કરવામાં આવ્યા હતા અને મસીહના આવવા હુધી કેદીઓની જેમ શાસ્ત્ર દ્વારા આપડી રખેવાળી કરવામાં આવી. નિયમશાસ્ત્રએ આપણને કેદીઓની જેમ રાખ્યા હતા જ્યાં હુધી કે, પરમેશ્વરે આપણને મસીહ દેખાડ્યો નય.


મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.


ઈ પરમેશ્વરની યોજના છે, હારા હમાસાર પરમાણે પરમેશ્વરનાં આશીર્વાદોમાં યહુદીઓની હારે બિનયહુદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ દેહના અંગો છે અને મસીહ ઈસુમાં પરમેશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે.


આપડા બધાયનો એક જ પરભુ છે, આપડે બધાય એક જ શિક્ષણ ઉપર વિશ્વાસ કરી છયી આપડે બધાયને એક જ જળદીક્ષા મળી છે.


જેથી ઈ એને વચન દ્વારા જળદીક્ષાથી સોખા કરીને પવિત્ર બનાવે.


કેમ કે, તમે જાણો છો કે, જે કોય આવું હારું કામ કરશે, પછી ભલે ચાકર હોય કે, આઝાદ માણસ, તો એનું ઈનામ ઈ પરભુ પાહેથી મેળવશે.


પરમેશ્વરે પોતાના ઈ કિંમત અને મહિમાનું ગુપ્ત જે એની પાહે બધાય લોકો હાટુ છે, પોતાના લોકો ઉપર પરગટ કરવાનો ફેસલો લીધો. ઈ ભેદ પોતે મસીહ છે, જે તમારામા છે, આ તમને મહિમામાં ભાગીદારી થવાની આશા આપે છે.


ઈ કારણે તેઓમાં એક પણ નથી, નય કોય યહુદી, નય કોય બિનયહુદી, નય કોય સુન્‍નતી, નય કોય બેસુન્‍નતી, નય કોય વિદેશી, નય કોય સ્વદેશી, નય કોય ગુલામ અને નય કોય સ્વતંત્ર, ઈ બધાયની વસે કોય ભેદભાવ નથી, મસીહ દરેકમાં સમાન રીતે રેય છે.


આ પાણી ઈ પાણીની આગેવાની કરે છે જેમાં આપડે જળદીક્ષા લેયી છયી, જેનાથી પરમેશ્વર આપણને બસાવે છે. કેમ કે, એણે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા હતા. ઈ પાણી ખરેખર આપડા દેહથી મેલ દુર કરતુ નથી. એની બદલે એવુ દેખાડે છે કે, આપડે પરમેશ્વરને વિનવણી કરી છયી કે ઈ આપણને ભરોસો દેય કે, એણે આપડા પાપ દુર કરી દીધા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ