પવન જ્યાં જાવા માગે છે ન્યા જાય છે. તમે એનો અવાજ હાંભળો છો, પણ ઈ ક્યાંથી આવે છે અને ક્યા જાય છે ઈ તમે જાણતા નથી. જે કોય પવિત્ર આત્માથી જનમેલુ છે ઈ એની જેવું જ છે.”
અને આપણને જે કૃપા આપવામાં આવી છે, ઈ પરમાણે જે આપણને જુદા-જુદા વરદાનો મળ્યા છે. એથી જો બોધ કરવાનું વરદાન મળ્યુ હોય તો પોતાના વિશ્વાસ પરમાણે એને બોધ કરવો જોયી.
હું તો ઈચ્છું છું કે, બધાય માણસો મારી જેવા લગન કરયા વગરના રેય, પણ પરમેશ્વર કેટલાક લોકોને લગન કરવાનું વરદાન આપે છે અને બીજા લોકોને લગન કરયા વગર રેવાનું વરદાન આપે છે.
આપણને તો પરમેશ્વરે આપડે જે હદ હુધી ઠરાવવામાં આપી છે ઈ હદની વસે અભિમાન નય કરે. પણ આપડે પરમેશ્વર દ્વારા નક્કી કરેલ હદમાં જ મર્યાદિત રેયી. તમે પણ આજ હદમાં મર્યાદિત થાવ અને ઈ જ પરમાણે અભિમાન પણ કરજો .
પરમેશ્વરની યોજના અને એણે સુકાદા પરમાણે બધીય બાબતો બને છે. પરમેશ્વરે શરુઆતથી જે નક્કી કરયુ હતું ઈ પરમાણે એનો હેતુ આપણને મસીહમાં મેળવીને એના પોતાના લોકો બનાવવાનો હતો.