7 હાં! માણસને પોતાનું માથું ઢાંકવાની કોય જરૂર નથી છે કેમ કે, માણસને પરમેશ્વરનાં રૂપમાં બનાવ્યો છે અને ઈ પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, પણ બાયડી તો ધણીની મહિમા પરગટ કરે છે.
જો કોય બાય પોતાનું માથું ઢાકે નય, તો એણે પોતાના વાળ હોતેન કાપી નાખવા જોઈએ. પણ જો બાય પોતાનું માથું મુન્ડાવે છે કે વાળ કપાવે છે તો તે શરમજનક બાબત છે; એથી બાયુને પોતાનું માથું ઢાકવું.
જો કોય મને તિતસના વિષે પૂછે, તો ઈ તમારી મદદ કરવામાં મારા ભાગીદાર છે, અને જો સાથી વિશ્વાસી ભાઈઓની વિષે પૂછે, તો તેઓ મંડળીના લોકો દ્વારા મોકલેલા અને જે કાય તેઓ કરે છે તેઓની દ્વારા મસીહ હાટુ માન મેળવે છે.