6 જો કોય બાય પોતાનું માથું ઢાકે નય, તો એણે પોતાના વાળ હોતેન કાપી નાખવા જોઈએ. પણ જો બાય પોતાનું માથું મુન્ડાવે છે કે વાળ કપાવે છે તો તે શરમજનક બાબત છે; એથી બાયુને પોતાનું માથું ઢાકવું.
પણ જે બાય માથે ઓઢા વગર પ્રાર્થના કરે કા પરમેશ્વરનાં હુકમોને મંડળીમાં જાહેર કરે છે, એનો અરથ છે કે, ઈ પોતાના ધણીનું અપમાન કરે છે જે એની હાટુ માથું છે કેમ કે, એની અને એક એવી બાયુની વસે કાય ફરક નથી જેનું માથું શરમાવવા હાટુ થયને ટકો કરાવ્યો છે.
હાં! માણસને પોતાનું માથું ઢાંકવાની કોય જરૂર નથી છે કેમ કે, માણસને પરમેશ્વરનાં રૂપમાં બનાવ્યો છે અને ઈ પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, પણ બાયડી તો ધણીની મહિમા પરગટ કરે છે.