હવે યરુશાલેમમાં પરમેશ્વરનાં લોકો હાટુ ભેગી કરવામાં આવેલી પુંજી હાટુ તમારા સવાલના વિષે જેવું મેં ગલાતિયા પરદેશની મંડળીઓને કીધું હતું, એવું જ તમે પણ કરો.
ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે.
હું ઈ હાટુ તને ક્રીત ટાપુમાં મુકીને આવ્યો હતો, જેથી તુ સ્થાનિક મંડળીમાં તેઓની તકલીફોને સુધારી હક, જેને હારું કરવા હાટુ મારી પાહે વખત નોતો, અને ક્રીતના દરેક શહેરની મંડળીમાં વડવા આગેવાનોની પસંદગી કર, આ બાબત ઉપર મારી તરફથી તને મળેલી સૂસનાને યાદ રાખ.