33 ઈ હાટુ, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે પરભુ ભોજન ખાવા હાટુ ભેગા થાવ છો, એકબીજા હાટુ વાટ જોવ જેથી તમે બધાય ભેગા થયને ખાય હકો.
પણ જઈ પરભુ આપણને આજ રીતે સજા આપે છે, તો ઈ આપણને સુધારી રયા છે, જેથી ન્યાયના દિવસે આપણને જગતના બીજા લોકોની હારે સજા નય ભોગવી પડે.
જો કોય ભૂખો હોય તો ઈ પોતાના ઘરે ખાય, જેથી તમારુ ભેગા થાવાનું સજાને લાયક નો થાય. હવે જે કાય બીજી બાબતો છે એનો ઉકેલ હું ન્યા આવય તઈ કરય.