આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.
પરમેશ્વરે જે કૃપા આપણને આપી છે ઈ આદમના પાપના જેવું નથી કેમ કે, ઈ એકલો પાપ દંડ લીયાવ્યો? પણ ભલે આપડે બોવ જ પાપ કરયા હોય, તો પણ પરમેશ્વરે આપણને એક એવી કૃપા આપી, જેણે આપણને એની નજરમાં ન્યાયી બનાવી દીધા.
કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે.
તેઓમાંથી હુમનાયસ અને એલેકઝાન્ડર છે. મે તેઓને મંડળીમાંથી બારે કાઢી મુક્યા છે, અને તેઓને શેતાનના કબજામાં હોપી દીધા છે, જેથી તેઓ શીખે કે, પરમેશ્વરની નિંદા કરવી નય.