પણ આપડે પરમેશ્વરની હામે આપડા પાપો કબુલ કરી લેયી તો ઈ આપડા પાપોને માફ કરવા અને આપડા કરેલા બધાય કામોમાંથી આપણને શુદ્ધ કરવા હાટુ ઈ વિશ્વાસુ અને ન્યાયી છે.
યાદ કર કે, તુ શરૂઆતમાં મને કેમ પ્રેમ કરતો હતો, અને હવે તુ મને એવી રીતે પ્રેમ નથી કરતો. આ વાતથી પસ્તાવો કર અને મને એવી જ રીતે પ્રેમ કરવાનું સાલું રાખ જેમ તુ શરૂઆતમાં કરતો હતો. અને જો તુ પસ્તાવો નય કર, તો તારી દીવીને એની જગ્યાએથી હું આઘી કરી દેય.