જોવ, હું તમને ભેદની વાતો કવ છું કે. આપડામાંથી કેટલાક વિશ્વાસીઓ મરી હકશે નય, પણ બધુય બદલાય જાહે. ઈ અસાનક બનશે, એટલી જલ્દી જેમ કે, કોય પોતાની આંખુ પટપટાવે છે. જઈ છેલ્લું રણશિગડું વાગશે, તો જે લોકો મરી ગયા છે તેઓ કાયમ જીવન જીવવા હાટુ ફરીથી જીવતા કરવામાં આયશે અને આપણે જીવી છયી, આપડા દેહનું બદલાણ થાહે.
જો આપડે વિશ્વાસ કરી છયી કે, ઈસુ મરણ પામ્યો ને પાછો જીવતો ઉઠયો, તો એવી જ રીતે જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, તેઓને પણ પરમેશ્વર ઈસુની હારે પાછા લય લેહે.