તઈ એણે રોટલી લીધી અને પરમેશ્વરનો આભાર માનીને તોડી અને કીધુ કે, “આ રોટલી મારું દેહ છે, જે હું તમારા હાટુ આપું છું; મારી યાદગીરી હાટુ તમે આવુ જ કરતાં રયો.”
પણ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, બધાયથી હારી વાત આ છે કે, હમ નો ખાવ, નો સ્વર્ગના, નો પૃથ્વીના અને નો કોય પણ વસ્તુના, પણ તમારી વાત સીતમાં હા તો હા, અને નય તો નય હોવુ જોયી, જેથી તમે પરમેશ્વરની દ્વારા ગુનેગાર ઠરાવામા નો આવો.