28 ઈ હાટુ માણસ પેલા પોતાના વ્યવહારને પારખે અને આજ રીતેથી આ રોટલીમાંથી ખાવ, અને આ વાટકાથી દ્રાક્ષારસ પીવે.
તઈ ઈ વાત ઉપર તેઓ ઘણાય દુખી થયાં અને તેઓમાના બધાય એને પૂછવા લાગ્યા કે, “પરભુ શું ઈ હું છું?”
પણ કોય પરભુના દેહની હારે પોતાનો સબંધને ઓળખાયા વગર પ્યાલમાંથી પીવો અને રોટલીને ખાવ. ઈ આ ખાવા અને પીવાથી પોતાની ઉપર સજા લાવે છે.
પણ જો આપણે પેલા પોતાના વ્યવહારને પારખીએ છયી, તો પરમેશ્વર આપણને સજા નય આપે.
તમારામાં વિશ્વાસ છે કે નય એની ખાતરી તમે પોતે જ કરો. જો તમે પુરી રીતે નિષ્ફળ થયા નો હોવ, તો તમને ખરેખર ખબર છે કે, ઈસુ મસીહ તમારામાં નથી.
પણ તમારામાંથી હરેકને પોતાની જાતને બીજાની હારે હરખામણી નો કરવી જોયી. દરેક વ્યક્તિએ પોતાના વ્યવહારની તપાસ કરવી જોયી. તઈ પછી જ પોતે જે કાય કરયુ છે એની વિષે ઈ ગર્વ લય હકે.