24 તઈ એણે રોટલી લીધી અને પરમેશ્વરનો આભાર માનીને તોડી અને કીધુ કે, “આ રોટલી મારું દેહ છે, જે હું તમારા હાટુ આપું છું; મારી યાદગીરી હાટુ તમે આવુ જ કરતાં રયો.”
હું તમને હાસુ કવ છું કે, આખા જગતમાં જ્યાં ક્યાય પણ આ હારા હમાસારનો પરચાર કરવામાં આયશે, ન્યા ઈ બાયે જે કાય પણ કરૂ છે, ઈ એની યાદગીરીને અરથે કેવામાં આયશે.
આજ પરમાણે ખાવાનું ખાધા પછી ઈસુએ એક દ્રાક્ષના રસનો પ્યાલો લીધો અને કીધુ કે, “આ પ્યાલો મારા લોહી દ્વારા કરેલો નવો કરાર છે જે તમારી હાટુ વહેડાવવામાં આવે છે. તમે જેટલીવાર ઈ પીવ છો, એટલીવાર મારી યાદ હાટુ ઈ કરો.”