પાસ્ખા તેવારના પેલા દિવસે ચેલાઓએ ઈસુની પાહે આવીને પૂછયું કે, “તમે અમને ક્યા મોકલવા માગો છો કે, પાસ્ખા તેવાર હાટુ અમે ખાવાનું તૈયાર કરી જેથી આપડે એને ખાય હકી?”
તમે જાણો છો કે, હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસ પછી સાલું થાવાનો છે, અને હું માણસનો દીકરો જેને વધસ્થંભ ઉપર જડાવવા હાટુ હોપી દેવામાં આયશે.
હું પાઉલ જે એક ગમાડેલો ચેલો છું, હું માણસો દ્વારા નથી પણ હું આપડા ઈસુ મસીહ અને જેને મરણમાંથી જીવતો કરનાર પરમેશ્વર બાપ દ્વારા એક ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડવામાં આવેલો છે.
કેમ કે, તમે જાણો છો કે, તમને એના બદલે પરભુ ઈનામ આપશે, અને ઈ આશીર્વાદો માંથી તમારો ભાગ આપે, જે એણે પોતાના લોકોની હાટુ તૈયાર કરયુ છે. તમે પરભુ મસીહની સેવા કરો છો.