પરમેશ્વર તમને ઈ હારા હમાસાર દ્વારા બસાવે છે, જો તમે ઈ હારા હમાસાર ઉપર વિશ્વાસ કરવાનું સાલુ રાખો જેનો મેં તમારી વસે પરચાર કરયો હતો. જો તમે વિશ્વાસ કરવાનું બંધ કરી દયો તો તમારા વિશ્વાસની કોય કિંમત નથી, ઈ નકામું છે.
ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે.
પણ હમણાં જ તિમોથી તમારી પાહેથી અમારી પાહે પાછો આવીને તમારો વિશ્વાસ અને પ્રેમની સંદેશો હંભળાવી. અને આ વાત પણ કીધી કે, તમે સદાય પ્રેમથી અમને યાદ કરો છો, અને અમને જોવાની ઈચ્છા રાખો છો, જેમ અમે પણ તમને જોવાની આશા રાખી છયી.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને પોતાના પરભુ ઈસુ મસીહના નામથી જે આજ્ઞા આપીએ છયી કે, તમે બધાય એવા વિશ્વાસી ભાઈઓ અને બેનુથી છેટા રયો, જે કામ કરવામા આળસુ છે, અને જે આપડા શીખવાડીયા પરમાણે નથી કરતા.