18 કેમ કે, પેલા તો હું ઈ હાંભ્ળુ છું, કે, જઈ તમે મંડળીમાં ભજન કરવા હાટુ ભેગા થાવ છો, તો તમારામાં પક્ષાપક્ષી થાય છે અને મને વિશ્વાસ છે કે, તેઓની થોડી-ઘણી કીધેલી વાતો હાસી છે.
કેટલાક લોકોએ મને કીધું છે, મેં હાંભળ્યું છે કે, તમારી મંડળીમાં છીનાળવા થાય છે. એવા છીનાળવા તો બિનયહુદીઓમાં પણ નથી થાતા. કોયે પોતાના બાપની બાયડીને રાખી લીધી છે.
જો તમારામાંથી કોય એકને બીજા વિશ્વાસી વિરુધ મનભેદ હોય છે, તો તમારે કોય જગતની કોરાટમાં નો જાવું જોયી. તમારે પોતાની મંડળીમાં બીજા વિશ્વાસીઓને પોતાની બાબતોના ન્યાય કરવા હાટુ કેવું જોયી કે, તમારામાંથી કોણ હાસો છે.