કેમ કે, હારા કામ કરનારને અધિકારીની બીક નથી, પણ ભુંડા કામ કરનારને છે. અધિકારીની તને બીક લાગે નય, એવી તારી ઈચ્છા છે? તો તું હારુ કર; એથી ઈ તારા વખાણ કરશે.
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે ભેગા થાવ છો તઈ તમારામાંથી કોય ગીત ગાય છે, તો કોય આગમવાણી કેય છે, કોય સંદેશો આપે છે, કોય બીજી ભાષા બોલે છે, કોય એનો અરથ હંમજાવે છે. આ બધુય મંડળીની ઉન્નતી હાટુ થાવુ જોયી.
અને રાજ્યપાલને પણ આધીન રયો કેમ કે, ઈજ છે જેનો ઉપયોગ રાજા ઈ લોકોને દંડ દેવા હાટુ કરે છે, જેના કામ ખરાબ છે અને ઈ લોકોના વખાણ કરવા હાટુ જેના કામો હારા છે.