15 પણ જો બાય લાંબા વાળ રાખે; તો એની હાટુ શોભા છે કેમ કે, વાળ એને ઢાંકવા હાટુ આપવામાં આવ્યા છે.
ઈ સ્ભાવિક રીતેથી આપણે જાણીએ છયી કે, જો માણસ લાંબા વાળ રાખે, તો એની હાટુ અપમાનનું કારણ છે.
પણ જો કોય વિવાદ કરવા માગે, તો ઈ જાણે કે, નય આપડી વસે અને નય પરમેશ્વરની મંડળીમાં એની સિવાય અમારી પાહે એવો કોય રીવાજ નથી.