13 તમે પોતે જ નક્કી કરો કે, શું જાહેર યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બાય માથે ઓઢયા વગર પરમેશ્વરની પ્રાર્થના કરે ઈ હારુ છે?
તમારે પોતાની જાતને પાકું કરવુ જોયી કે, તમારી હાટુ શું કરવુ હારું છે. અને હજી પણ ઈ કરવાનો વખત છે.
કોયના મોઢા જોયને, ન્યાય કરવો નય, પણ હાસે હાસો ન્યાય કરો.
હું તમને લોકોને હમજદાર હંમજીને આ કય રયો છું તમે પોતે મારી વાતો ઉપર વિસાર કરો.
ઈ સ્ભાવિક રીતેથી આપણે જાણીએ છયી કે, જો માણસ લાંબા વાળ રાખે, તો એની હાટુ અપમાનનું કારણ છે.
બાયુ મંડળીઓમાં શાંત રેય કેમ કે, એને બોલવાની પરવાનગી નથી, પણ પોતાના ધણીના આધીનમાં રેવાની આજ્ઞા છે. જેમ મુસાનો નિયમ પણ કેય છે.