12 ભલે પરમેશ્વરે પેલા માણસથી પેલી બાય બનાવી, પણ હવે માણસને જનમ આપનારી બાય જ છે. પણ બધીય વસ્તુઓ પરમેશ્વરે બનાવી છે.
કેમ કે, બધુય પરમેશ્વર પાહેથી જ આવે છે. એણે બધુય બનાવી લીધું છે, અને બધુય એનુ જ છે. ઈ કાયમ હાટુ મહિમા પ્રાપ્ત કરવુ જોયી! આમીન.
તો પણ પરભુમાં નય તો બાય વગર માણસના અને નય તો માણસ વગર બાય સ્વતંત્ર છે.
તો પણ આપડા તો એક જ પરમેશ્વર એટલે બાપ છે, જેનાથી બધુય સર્જન કરવામાં આવ્યું છે; અને આપડે એના અરથે છયી; એક જ પરભુ એટલે ઈસુ મસીહ છે, જેની આશરે બધાય છે અને આપડે પણ એની આશરે છયી.
આ બધી વાતો પરમેશ્વરે કરી છે, જેણે મસીહ દ્વારા પોતાની હારે આપડો મેળ કરી દીધો, અને એણે આપણને મેળ કરાવવાની સેવા હોપી દીધી છે.