11 તો પણ પરભુમાં નય તો બાય વગર માણસના અને નય તો માણસ વગર બાય સ્વતંત્ર છે.
અને કેમ કે, સ્વર્ગદુતો જોય રયા છે, ઈ હાટુથી, દરેક બાયને માથે ઓઢવું જોયી, એમ દેખાડવા હાટુ કે, ઈ અધિકારીને આધીન છે.
ભલે પરમેશ્વરે પેલા માણસથી પેલી બાય બનાવી, પણ હવે માણસને જનમ આપનારી બાય જ છે. પણ બધીય વસ્તુઓ પરમેશ્વરે બનાવી છે.
મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.