5 પણ તેઓમાના કેટલાક ઉપર પરમેશ્વર ગુસ્સે હતાં ઈ હાટુ તેઓ વગડામાં મરી ગ્યા.
કોણે પરમેશ્વરને સ્યાલી વરહ હુધી ગુસ્સે કરયા? તેઓ ઈઝરાયલનાં લોકો હતા, જેઓએ પાપ કરયુ અને તેઓ વગડામાં જ મરી ગયા.
જો તમે બધાય આ વાતોને એક વખત જાણી ગયા છો, તો પણ હું તમને આ વાતોને યાદ કરાવવા માગું છું કે, પરભુએ ઈઝરાયલનાં લોકોને ગુલામ બનવાથી બસાવ્યા, અને મિસર દેશમાંથી બારે લાવ્યો. પણ પછી એણે ઈ બધાયને મારી નાખ્યા, જેઓએ રણપરદેશમા એની ઉપર ભરોસો કરયો નય.