ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “પરમેશ્વરનાં દાનને અને જે તને કેય છે કે, મને પાણી આપો, ઈ કોણ છે, ઈ જો તુ જાણતી હોત, તો તુ એની પાહે પાણી માંગત અને ઈ તને જીવતું પાણી આપત.”
કેમ કે, યહુદી નિયમમાં થનારી હારી વાતોની જેમ ખાલી છે; ઈ વાતોનું હાસુ હકીકત રૂપ નથી. એના ઈ જ બલિદાનો વરસો વરહ સદાય સડાવવામાં આવે છે. તો પછી નિયમ આ બલિદાનો દ્વારા પરમેશ્વરની પાહે આવનાર માણસોને સંપૂર્ણ બનાવી હકતા નથી.
પરમેશ્વરનો આત્મા અને ઘેટાના બસ્સાની કન્યા ઈસુને કેય છે કે, “તારે ખરેખર આવવું જોયી.” દરેક જે કોય આ હાંભળે છે, એને પણ આ કેવું જોયી, “આવ!” જે કોય તરસો છે એને આવીને ઈ પાણીને અપનાવવું જોયી જે ઉદારતાથી જીવન આપે છે.