30 પણ જો હું પોતાનું નીવેદ આભાર દીધા પછી ખાવ છું (જે મૂર્તિઓને હાજર કરવામાં આવું છે) તો એની હાટુ મારી ઉપર ગુનો કેમ લગાડવામાં આવે છે, જેની હાટુ મેં પરમેશ્વર પ્રત્યે આભાર પરગટ કરયુ?
જે અમુક દિવસને જ ખાસ ગણે છે, ઈ પરભુની હાટુ ગણે છે, જે બધીય વસ્તુ ખાય છે, ઈ પરભુની હાટુ ખાય છે કેમ કે, ખોરાકની હાટુ ઈ પરમેશ્વરનો આભાર માંને છે, જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, ઈ પરભુની હાટુ એમ કરે છે, અને ઈ પરમેશ્વરનો આભાર માંને છે.
જે કાય હું કરવા માગું છું, એને કરવા હાટુ હું આઝાદ છું હું ગમાડેલો ચેલો છું મે ઈસુ આપડા પરભુને જોયા છે. જે કામો પરભુએ મને કરવા હાટુ આપ્યુ હતું એનું પરિણામ તમે છો.