20 મારો કેવાનો અરથ આમ છે કે, જે વસ્તુને લોકો મૂર્તિઓને બલિદાન કરે છે તેઓ પરમેશ્વર હાટુ નથી, પણ મેલી આત્માઓ હાટુ બલિદાન કરે છે અને હું નથી ઈચ્છતો કે, તમે મેલી આત્માઓના સહભાગી થાવ.
આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.
પણ મને તારા વિષે થોડીક ફરિયાદ છે કેમ કે, તુ એવા લોકોનો વિરોધ નથી કરતો જે ખોટુ શિક્ષણ આપે છે, જેવી રીતેથી આગમભાખીયા બલામે ભૂતકાળમાં આપ્યુ હતુ. બલામે રાજા બાલાકને શિખવાડયુ કે ઈઝરાયલ દેશના લોકોને પાપ કરવા હાટુ લોભાવવા શું કરવુ જોયી. એણે તેઓને શીખવ્યુ કે, મૂર્તિઓને સડાવેલુ નીવેદ ખાવુ અને છીનાળવા કરવા.
પણ, હું તમારા દ્વારા કરવામા આવી રહેલી થોડીક વસ્તુઓ ઉપર ગુસ્સે છું, રાણી ઈઝબેલ જે ઘણાય વખત પેલા રેતી હતી, એના જેવી એક બાય તમારી વસે છે, ઈ પોતાની જાતને આગમભાખી કેય છે પણ મારા વિશ્વાસીઓને ખોટુ શિક્ષણ આપે છે, ઈ એને છીનાળવા કરવાનું અને મૂર્તિઓને સડાવેલ નીવેદ ખાવાનું શિક્ષણ આપે છે.
બાકીની માણસજાત જે આ આફતોથી મરી નય, તેઓએ તેમના હાથોના કામ અંગે પસ્તાવો કરયો નય અને મેલી આત્માઓ અને હોના, સાંદી, કાહુ, પાણા અને લાકડીની મૂર્તિઓ જે જોવામા, હાંભળવામાં, હાલવામા સક્ષમ નથી, એનુ ભજન કરવાથી રોકાણા નય.