15 હું તમને લોકોને હમજદાર હંમજીને આ કય રયો છું તમે પોતે મારી વાતો ઉપર વિસાર કરો.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો! મૂર્તિપૂજાથી છેટા રયો.
જઈ આપડે પરભુભોજનમાં ઉપયોગ કરવામાં આવતો પ્યાલાથી દ્રાક્ષારસ પીવી છયી, જેના હાટુ આપડે પરમેશ્વરનો આભાર માની છયી, તો આપડે ખરેખર મસીહના લોહીમાં સહભાગી છયી. અને જઈ આપડે રોટલી ભાગી છયી અને એને ખાયી છયી, તો આપડે ખરેખર મસીહના દેહમાં સહભાગી છયી.
તમે પોતે જ નક્કી કરો કે, શું જાહેર યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બાય માથે ઓઢયા વગર પરમેશ્વરની પ્રાર્થના કરે ઈ હારુ છે?
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.
મસીહ હાટુ અમે લોકો મુરખ પણ તમે મસીહમાં બુદ્ધિશાળી છો! અમે નબળા પણ તમે શક્તિશાળી છો! અને તમે માન પામનારા અને અમે અપમાન પામનારા થયા છયી.
હું તમને શરમાવા હાટુ ઈ કવ છું શું કે, તમારા લોકોમાં એક પણ હમજદાર માણસ નથી, જે સાથી વિશ્વાસીઓની વશે ન્યાય કરી હકે છે?
હવે મૂર્તિઓને ધરેલા નીવેદ વિષે અમે જાણી છયી કે, આપડે બધાયને જ્ઞાન છે; તોય જ્ઞાન અભિમાન ઉત્પન કરે છે, પણ પ્રેમથી વધારો થાય છે.
પણ દરેક વચનને પારખો કે, ઈ પરમેશ્વર તરફથી છે કે નય. અને જે વાત હાસી છે ઈ વાતને માની લ્યો.