Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 10:13 - કોલી નવો કરાર

13 પણ માણસ સહન નો કરી હકે એવું કોય પરીક્ષણ તમને થાતું નથી. વળી પરમેશ્વર વિશ્વાસુ છે, ઈ તમારી તાકાત પરમાણે પરીક્ષણ તમારી ઉપર આવવા દેહે નય; પણ તમે ઈ સહન કરી હકો, ઈ હાટુ પરીક્ષણ હારે છુટકારાનો મારગ પણ રાખશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 10:13
48 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ શેતાનથી અમને બસાવ. કેમ કે, રાજય અને પરાક્રમ અને મહિમા સદાય હાટુ તમારા જ છે. આમીન.


જેમ અમે બીજાઓના ગુનાઓ માફ કરયા છે, એમ જ તમે અમારા ગુનાઓ માફ કરો. અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ ભુંડાયથી અમારો છુટકારો કર.”


અને ઈ બધીય વાતો સિવાય, અમારી અને તમારી વસ્સે એક મોટી ખાય બનાવી દીધી છે કે, જે કોય માણસ ન્યા જાવા ઈચ્છે, તોય ઈ નો આવી હકે, અને કોય માણસ ત્યાંથી આયા અમારી પાહે નો આવી હકે.


અને ઈસુએ તેઓને કીધું કે, “તમે કેમ હુતા છો? ઉભા થાવો અને પ્રાર્થના કરો જેથી તમે પરીક્ષણમાં નો પડો.”


અને જે તારી હકતા નથી તેઓને કોય પાટીયા ઉપર કે વહાણની કાક તુટેલી વસ્તુઓને પકડીને આગળ નીકળી જાવું, આ રીતે બધાય હાજા નરવા કાંઠા ઉપર પુગી ગયા.


જે પરમેશ્વરે તમને એના દીકરા આપડા પરભુ ઈસુ મસીહની સંગતમાં તેડેલા છે, ઈ વિશ્વાસ કરવાને લાયક છે.


એણે જ આપણને મોતના મોટા જોખમમાંથી બસાવ્યા અને બસાયશે, અને એની ઉપર આપડી આ આશા છે કે, ઈ આગળ પણ આપણને બસાવતો રેહે.


તમને બોલાવનારો વિશ્વાસ લાયક છે ઈ હાટુ ઈ તમને પવિત્ર થાવામાં હોતન લાયક બનાયશે કેમ કે, ઈ તમને પવિત્ર થાવાની હાટુ બોલાવે છે.


પણ તમે પરભુ ઉપર પુરી રીતે ભરોસો રાખી હકો છો, ઈ તમને આત્મિક રીતેથી મજબુત કરશે, અને શેતાનથી બસાવી રાખશે.


અને પરભુ મને બધાય ભુંડા કામોથી બસાવશે, અને આપડા સ્વર્ગના રાજ્યમાં હારી રીતે હાસવીને લય જાહે, અને એની જ મહિમા સદાયકાળ થાતી રેય. આમીન.


પોતાની આશાની કબુલાતને મજબુતીથી પકડી રાખી; કેમ કે, જે વાયદો પરમેશ્વરે કરયો છે ઈ વિશ્વાસ લાયક રીતે પુરૂ કરશે.


વિશ્વાસના કારણે જ સારા ગયઢી થય ગય હતી; તો પણ બાળકોને પેદા કરવામાં સામર્થ્ય પામી, કેમ કે એને ખાતરી હતી કે, પરમેશ્વરે જે વાયદો કરયો છે એને પુરો કરશે.


તમારે હજી હુધી પાપનો વિરોધ કરવા હાટુ લોહી વહેડાવું પડયું નથી.


એથી વાયદો અને હમ ઈ બે બાબતો એવી છે જે કોયદી બદલી હકાતા નથી. એમ જ એની વિષે પરમેશ્વર ખોટુ બોલી હક્તા નથી. જેથી એની હારે સલામતી મેળવનાર આપડી હામે રાખવામાં આવેલી આશાને મજબુતીથી વળગી રેવા હાટુ બોવ વધારે પ્રોત્સાહન મળે.


ઈ હાટુ જે પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખ સહન કરે છે, ઈ હારુ કામ કરવાનું સાલુ રાખતા પોતાના જીવને વિશ્વાસુ એવા પરમેશ્વર હોપે.


જઈ કે, પરભુએ આ બધીય વસ્તુઓને કરી છે. તો એનાથી ખબર પડે છે કે, ઈ જાણે છે કે, પરમેશ્વરનાં લોકોને એના દુખથી કેવી રીતે છોડાવવાના છે અને કેવી રીતે ખરાબ લોકોને ન્યાયના દિવસ હુધી સતત દંડ દેવાનો છે.


પણ આપડે પરમેશ્વરની હામે આપડા પાપો કબુલ કરી લેયી તો ઈ આપડા પાપોને માફ કરવા અને આપડા કરેલા બધાય કામોમાંથી આપણને શુદ્ધ કરવા હાટુ ઈ વિશ્વાસુ અને ન્યાયી છે.


પછી મે સ્વર્ગને ખુલો જોયો, અને જોવ છું કે, એક ધોળો ઘોડો છે અને એની ઉપર એક બેઠેલો છે, જે પરમેશ્વરનો વિશ્વાસ લાયક અને હાસો કેવાય છે, ઈ એની જેમ જે પરમેશ્વરની નજરમાં હાસુ છે, પરમેશ્વરનાં વેરીઓની વિરુધ ન્યાય કરે અને યુદ્ધ કરે છે.


ઈ દુખોથી બીમાં જે તને મળશે. શેતાન તમારામાથી થોડાકને જેલખાનામાં નાખવાનો છે, જેથી તેઓ તમારી પરીક્ષા કરી હકે. તમે દસ દિવસ હાટુ મોટી મુસીબતોનો અનુભવ કરશો. પણ મારી ઉપર વિશ્વાસ કરવાનું કોયદી છોડતા નય, ભલે તમને મારી નાખવામાં આવે કેમ કે, હું તમને તમારી જીતના ઈનામની જેમ અનંતજીવન આપય.


કેમ કે, તે ધીરજથી સહન કરવાની મારી આજ્ઞાનું પાલન કરયુ છે, હું તને આખા જગતમાં આવનારા પરીક્ષણના વખતથી પણ આઘો રાખય, જે પૃથ્વી ઉપર રેનારાનુ પરીક્ષણ કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ