તમારે એમ કરવાની જરૂર છે કેમ કે, આપડે જાણી છયી આ કેવો વખત છે ઈ તમે જાણો છો. અત્યારે તમારે ઉંઘમાંથી જાગવાનો વખત આવી પૂગ્યો છે. આપડે વિશ્વાસ કરયો, તઈ કરતાં અત્યારે આપડુ તારણ વધારે ઢુંકડુ છે.
કે, વિશેષ આપડા હાટુ ઈ એમ કે છે, આપડી હાટુ તો લખ્યું છે કે, જે ખેડે છે ઈ આશા રાખીને ખેડે અને જે કુવળમાંથી અનાજ જુદુ પાડે છે, ઈ ભાગ મેળવવાની આશાથી ઈ કરે.
હે વાલા બાળકો, આ છેલ્લો વખત છે, અને જેમ તમે હાંભળ્યું છે કે, મસીહના વિરોધી આવવાના છે, એની પરમાણે હજી પણ બોવ મસીહના વિરોધી આવી ગયા છે, એનાથી આપડે જાણી છયી કે, આ છેલ્લા દિવસો છે.