1 કરિંથીઓને પત્ર 1:8 - કોલી નવો કરાર8 પરમેશ્વર તમને છેલ્લે હુધી વિશ્વાસમાં મજબુત કરશે કે, જઈ તમે ઈ દિવસે દોષ વગરના માલુમ પડો જઈ આપડા પરભુ ઈસુ મસીહ ફરીથી જગતમાં પાછા આયશે. အခန်းကိုကြည့်ပါ။ |
પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.
પણ પરભુનો દિ પાક્કી રીતે પાછો આયશે, ઈ અસાનક પાછો આયશે, જેમ કોય સોર અસાનક આવી જાય છે, એમ જ ઈ વખતે આભમાં ગરજવાના અવાજો થાહે અને આભ અલોપ થય જાહે, આભમાં બધુય એટલે કે, સુરજ, સાંદો અને તારાઓ બધુય આગથી હળગી જાહે, ઈ દિવસે પરમેશ્વર ઈ બધાય કામોને પરગટ કરી દેહે જે લોકોએ પૃથ્વી ઉપર કરયા છે, જેથી એનો ન્યાય કરી હકે.