1 કરિંથીઓને પત્ર 1:30 - કોલી નવો કરાર30 પણ પરમેશ્વરે તમને મસીહ ઈસુની હારે એક મંડળી તરીકે નીમ્યા છે, અને મસીહ દ્વારા ઈ આપણે પોતાનું જ્ઞાન આપે છે. પરમેશ્વર પણ આપણને એની નજરમાં ન્યાયી બનાવે છે. મસીહ દ્વારા આપણને પવિત્ર બનાવામાં આવે છે, અને ઈ આપણને પાપથી બસાવે છે. အခန်းကိုကြည့်ပါ။ |
આ ઈસુ મસીહ છે, જેને પરમેશ્વરે આ જગતમાં મોકલ્યો અને એણે પાણીથી જળદીક્ષા લીધી અને ફરીથી જઈ એનુ મરણ થયુ તો એનુ લોહી વેહેડાવ્યુ. ઈ ખાલી જળદીક્ષા લેવા હાટુ નય પણ વધસ્થંભ ઉપર એનુ લોહી વેહેડાવીને મરવા હાટુ પણ આવ્યો હતો, પવિત્ર આત્મા બતાવે છે કે, ઈસુ મસીહ પરમેશ્વર તરફથી આવ્યો, અને જે પવિત્ર આત્મા બતાવે છે ઈ હાસુ છે.
આ ઈ છે જે બાયુના સમાગમથી આઘા રયને પોતાને સોખ્ખા રાખ્યા, જેથી કુવારા છે આ ઈ જ છે કે જ્યાં ક્યાય ઘેટાનુ બસુ જાય છે ન્યા ઈ એની પાછળ જાય છે તેઓ ઈ છે જેઓ પૃથ્વી ઉપરની બધીય માણસ જાતમાથી નોખા થયા છે જેમ કે, લોકો પોતાની ઉપજમાથી પેલુ ફળ પરમેશ્વરને આપે છે ઈ જ રીતે તેઓ પણ પરમેશ્વર અને ઘેટાના બસાને પેલા અર્પણની જેમ આપ્યા છે.
અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.