હુ તમને ગમાડેલા બધાય લોકોને લખું છું, જે રોમ શહેરમાં રેય છે, જેને પરમેશ્વર પ્રેમ કરે છે, એના પોતાના પવિત્ર લોકો થાવા હાટુ બોલાવામાં આવ્યા. આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય.
પરમેશ્વર બાપે ઘણાય વખત પેલા જ તમને પોતાના લોકો થાવા હાટુ અને પવિત્ર આત્માના કામો દ્વારા પવિત્ર કરવા હાટુ ગમાડીયા છે, એણે એવુ ઈ હાટુ કરયુ કે, જેથી તમે ઈસુ મસીહની આજ્ઞા પાલન કરશો અને એના લોહીથી શુદ્ધ થય હકશો, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને કૃપા અને ખુબ શાંતિ આપે.