આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.
શું આપડે અભિમાન કરી હકી છયી કે, આપડે પરમેશ્વર દ્વારા સ્વીકાર કરવા હાટુ કાક કરયુ છે. એની તો જગ્યા જ નથી. ક્યા નિયમનાં કારણથી? શું આ ઈ કારણ છે કે, આપડે નિયમશાસ્ત્રનું પાલન કરી છયી?, નય પણ વિશ્વાસના કારણે.