Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 1:27 - કોલી નવો કરાર

27 જ્ઞાનીઓને શરમાવા હાટુ પરમેશ્વરે તેઓને ગમાડયા, જે જગતની નજરમાં મુરખા છે, અને તાકાતવારને શરમાવા હાટુ તમને, જે જગતની નજરમાં નબળા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 1:27
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.”


અને તેઓને ઈસુને કીધુ કે, “આ બાળકો જે કેય છે, ઈ શું તું હાંભળે છે?” તઈ તેઓને ઈસુએ જવાબ દીધો કે, “હા, શું તમે કોયદી શાસ્ત્રમાં આ વાંસ્યુ નથી કે, બાળકોના અને ધાવણાઓના મોઢાથી સ્તુતિ કરાવી છે?”


ન્યાથી થોડાક આગળ જાતા ઈસુએ માથ્થી નામના એક માણસને દાણની સોકી ઉપર બેઠેલો જોયો, અને ઈસુએ એને કીધું કે, “તું મારી વાહે આવ.” તઈ ઈ બધુય કામ મુકીને ઈસુનો ચેલો બની ગયો.


કેમ કે, હું તમને એવુ બોલવાની બુદ્ધિ આપય, કે તમારા બધાય વેરીઓ જવાબ નય આપી હકે, અને હામે નય થય હકે,


તઈ તેઓ જે એપીકયુરી કે સ્ટોઈક જાણનારા કેટલાક લોકો એની હારે વાદ-વિવાદ કરતાં હતાં, અને થોડાક લોકોએ કીધું કે, “આ બેકાર વાતો કેનારા શું કેવા માગે છે?” પણ બીજાઓએ કીધું કે, “એવુ લાગે છે કે ઈ બીજા દેવતાઓનો પરસાર કરનારા છે, તેઓએ આવું ઈ હાટુ કીધું,” કેમ કે, પાઉલ ઈસુ અને એના મરેલામાંથી જીવતા થાવાનો સંદેશો પરસાર કરતાં હતા.


આ ઈ જ મુસા છે; જેનો ઈઝરાયલનાં લોકોએ આ કયને નકાર કરી દીધો હતો કે, “તને કોણે અમારો અધિકારી અને ન્યાય કરવા હાટુ ઠરાવ્યો છે?” આ ઈજ છે જેને પરમેશ્વરે ઈ સ્વર્ગદુત દ્વારા, જે એના હાટુ ઝાડીમાં પરગટ થયો હતો. અધિકારી અને તારનાર થાવા હાટુ મોકલ્યો.


યહુદી સ્તેફનની બધીય વાતો હાંભળીને રીહ સડી ગય, અને એના ઉપર ચકીયું લેવા માંડ્યા.


તો પછી, આપણે બુદ્ધિશાળી લોકોના વિષે શું કય હકી છયી? યહુદી નિયમના શિક્ષકો વિષે આપડે શું કય હકી છયી? આપડે જગતમાં એવા લોકોના વિષે શું કય હકી છયી જે બોલવામાં સાલાક છે? પરમેશ્વરે ઈ બધાયને મુરખા બનાવી દીધા છે અને પોતાની બુદ્ધિને નકામી દેખાડી છે.


કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે.


પણ આપડે જગતનો આત્મા નય, પણ જે આત્મા પરમેશ્વરની કૃપાથી છે ઈ પામ્યા છયી; જેથી પરમેશ્વરે આપણને જે બાબતો આપી છે ઈ અમે જાણી છયી.


કેમ કે તમારામાંથી થોડાક લોકો કેય છે કે, “પાઉલના પત્રો તો કડક અને અસરકારક છે, પણ જઈ ઈ હામે રૂબરૂ થાય છે, તઈ ઈ નબળો માણસ અને એનું શબ્દોથી બોલવું દમ વગરનું હોય છે.”


અમે તો ધૂડના ઠામડાની જેમ છયી અને અમારી પાહે પણ આ આત્મા છે; જેથી બધાયથી હારું સામર્થ્ય અમારું નથી, પણ પરમેશ્વર પાહેથી મળેલું છે એમ ખુલ્લું થાય છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ