22 ઈ યહુદી લોકો પાકી ખાતરી કરવા હાટુ સમત્કારીક નિશાની માગે છે અને બિનયહુદી લોકો જ્ઞાન ગોતે છે.
વળી ફરોશી ટોળાના લોકો ઈસુની પાહે આવીને એની હારે વાદવિવાદ કરવા મંડ્યા, અને એને પારખવા હાટુ એની પાહે સ્વર્ગમાંથી એક સમત્કારી નિશાની દેખાડવા હાટુ પુછયું.
બીજા લોકોએ ઈસુનો પારખો કરવા હાટુ એને કીધુ કે, અમને સ્વર્ગની સમત્કારી નિશાની બતાય, કે પરમેશ્વરે તને મોકલ્યો છે.
પણ જો હું, પરમેશ્વરનાં સામર્થ્યથી મેલી આત્માઓને બારે કાઢુ છું, તો પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.
ઈ હાટુ યહુદી અધિકારીઓએ ઈસુને કીધું કે, “તુ આવા કામો કરે છે, તો અમને શું નિશાની બતાવે છે?”
તઈ ઈ બાય પોતાની પાણી ભરવાની ગાગર મુકીને ગામમાં પાછી ગય, અને લોકોને કેવા લાગી કે,
ઈસુએ એને કીધું કે, “તમે અનોખી સમત્કારી નિશાની અને નવાય પામે એવા કામો કરવાના નથી.”