15 જેથી કોય પણ એમ નથી કય હકતા કે, તમે મારા નામે જળદીક્ષા પામ્યા છો.
ઈ હાટુ તમે જઈને બધી જાતિના લોકોને ચેલા બનાવો; અને તેઓને બાપ અને દીકરા અને પવિત્ર આત્માના નામે જળદીક્ષા આપતા જાવ.
જઈ લોકોએ માની લીધું કે, તેઓએ પાપો કરયા છે તઈ યોહાને તેઓને યર્દન નદીમાં જળદીક્ષા આપી.
જે કોય માણસ પોતાની તરફથી બોલે છે, ઈ પોતાના વખાણ કરવા માગે છે, પણ જે માણસ એને મોકલનારાના વખાણ કરવા માગે છે ઈજ હાસો છે, અને એમા દગો નથી.
હું પરમેશ્વરનો આભાર માનું છું કે, બે ભાઈઓ એટલે ક્રિસ્પસ અને ગાયસને મુકીને, મે તમારામાંથી કોયને પણ જળદીક્ષા નથી આપી.
હવે મને યાદ આવ્યું, મેં સ્તેફનાસના પરિવારને પણ જળદીક્ષા આપી છે પણ એની સિવાય બીજા કોયને જળદીક્ષા આપી હોય, એનું મને ધ્યાનમાં નથી.
કેમ કે હું ઠીક એવી જ રીતે સીંતા કરું છું કે, જેમ પરમેશ્વર તમારી સીંતા કરે છે, ઈ હાટુ મે એકમાત્ર વરરાજા મસીહની હારે તમારી હગાય પુરી કરી છે, જેનાથી હું તમને પવિત્ર કુંવારીની જેમ એની હામે હાજર કરીને હોપી દવ.