9 બાકી નોક્કામ્યે વાતહે બોલાબોલ્યો એને આગલ્યા ડાયહા પેડયેહે કાહાન્યો, એને ફુટફાટ, એને જોગડા થી મૂસા નિયમાહા બારામાય જોગડો કોઅના, યાપાઅને દુઉ રો, કાહાકા ઈ બોદા નોકામ્યા એને કાદા ફાયદા નાંય હેય.
જો આંય ભવિષ્યવાણી કોઉ, એને બોદા ભેદ એને બોદા પ્રકારા જ્ઞાન હોમજુ, એને ડોગાલ ઇહિને તાં ઓટાડી દેઅના ઓલો પોરમેહેરાવોય બોરહો કોઉ, બાકી આંય લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે મા કાયજ કિંમાત નાંય હેય.
આમી ચ્યા બારામાય જો બિજો સવાલ તુમહાય માન પુછ્યેલ, કા મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાં બારામાય તુમા જાંઅતેહે, કા આપા બોદહાન જ્ઞાન હેય, જ્ઞાન ઘમંડ પૈદા કોઅહે, બાકી પ્રેમાકોય ઉન્નતી ઓઅહે.
બોનાવલ્યે વાતહેમાય એને નોક્કામ્યે વાતહેમાય સમય મા બોગડાવેહે, બાકી તુલ પોરમેહેરાલ આદર દેનારા જીવન જીવાહાટી પોતાલ સાદા હિકાડતા રા જોજે.
યો બોદ્યો વાતો વિસ્વાસ્યાહાન ગેડી-ગેડી હિકાડ, પોરમેહેરાલ સાક્ષીદાર હોમજીન ઈ ચેતાવણી દાહાંવ, કા ચ્યા શબ્દાહા મોતલબા બારામાય બોલાબોલી નાંય કોએ, જ્યાથી કાયજ ફાયદો નાંય ઓએ, ઉલટાં ચ્યા વિસ્વાસી લોકહા બોરહાલ નુકસાન કોઅહે જ્યેં યાલ વોનાતેહે.
બાકી દુનિયા એને નોકામ્યે વાત કોઅનાથી દુઉ રો, કાહાકા ઓહડી વાત કોઅના લોકહાન પોરમેહેરાપાઅને દુઉ લેય જાહે.
બાકી મૂર્ખતા એને અજ્ઞાનાં વાદવિવાદ કોઅનાથી દુઉ રો, કાહાકા તુલ ખોબાર હેય, કા ચ્યાથી જગડા ઓઅતાહા.
એને યહૂદીયાહા જુઠયો કાહાન્યેહેવોય મોન લાવતેહે એને હાચ્યો વાતો નાંય માને, ઓહડા લોકહા વાત નાંય માનના.
તુમહામાય લોડાય એને જગડો કેસને યેતહા? ઈ ચ્ચે સ્વાર્થી ઇચ્છાકોય યેતહે જીં તુમહેમાય જુલાતેહે.