11 કાહાકા પોરમેહેરાય બોદા લોકહાન તારણ દાંહાટી ઈસુ ખ્રિસ્તાલ દોવાડીન ચ્યા સદા મોયા દેખાડી.
યાહાટી તુમા જાં, બોદી જાત્યે લોકહાન શિષ્ય બોનાડા, એને પિતા, એને પુત્ર, એને પવિત્ર આત્મા નાવાકોય ચ્યાહાન બાપતિસ્મા દા,
એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા આખા દુનિયામાય જાં, એને બોદી જાત્યે લોકહાન હારી ખોબાર જાહેર કોઆ.
એને યેરૂસાલેમ શેહેરાહીને લેયને તે બિજ્યે બોદયે જાત્યે લોકહાન પાપ છોડના એને પાપહા માફી ખોબાર, ચ્યાજ નાંવા માય કોઅયી.
એને બોદે માઅહે પોરમેહેરા પાયને દોવાડલો તારણ કોઅનારાલ એઅરી.”
એને વચન યોક માઅહું બોન્યો, એને મોયા એને હાચ્ચાયેકોય પરિપૂર્ણ ઓઇન આપહેમાય વોહતી કોઅયી, એને આમહાય ચ્યા મહિમા એઅઇ, જીં પોરમેહેર આબા પાઅને યેનલા યોકને-યોક પોહા મહિમા.
તો હાચ્ચો ઉજવાડો હેય, તો બોદા માઅહાન ઉજવાડો દેહે, તો દુનિયામાય યેનારો આતો.
તો તાં પોઅચીન, એને પોરમેહેરા સદા મોયા એઇન ખુશ જાયો, એને બોદહાન આખ્યાં કા તનમન લાવીન પ્રભુમાંય બોની રા.
એને જોવે સોબાયે ઠિકાણેને છુટ્યા પાછે યહૂદી એને પોરમેહેરા બિક રાખનારા ગેર યહૂદી લોક પોરમેહેરા ભક્તિ કોઅનારા પાઉલ એને બારનાબાસાઆરે ઓઈ ગીયા, એને પાઉલ એને બારનાબાસે ચ્યાહાઆરે વાત કોઇન હોમજાડ્યા, કા પોરમેહેરા સદા મોયામાય બોની રોય.
કાહાકા પોરમેહેરે આમહાન ઓહડી આગના દેનલી હેય, માયે તુલ ગેર યહૂદી લોકહાહાટી ઉજવાડા હારકો ઠોરાવલો હેય, તુલ દુનિયા બોદે જાગે લોકહાન તારણ કોઅનારા બારામાય આખના હેય.”
આમી લોગુ પોરમેહેરે લોકહા અજ્ઞાનતાના સમાયાવોય દિયાન નાંય દેના, બાકી આમી બોદે જાગે બોદાજ માઅહાલ પાપ કોઅના બંદ કોઅના આગના દેહે.
બાકી આંય પોતાના જીવાલ કાયજ નાંય હોમજુ કા ચ્ચાલ પ્રિય જાઅઉ, બાકી ઈ કા આંય પોતાના દાંહુદના એને તી સેવા પુરી કોઉ, જી માન પોરમેહેરા સદા મોયા હારી ખોબારેવોય સાક્ષી દાંહાટી પ્રભુ ઈસુથી મીળહી.
બાકી આંય સવાલ પુછહું, “કાય યહૂદી લોક ખ્રિસ્તા બારામાય નાંય વોનાયાહા?” “હાં જરુર વોનાયાહા, કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, ચ્યા સંદેશ દોરતીવોય બોદા માઅહા પાય, એને ચ્યા વચન દુનિયામાય બોદે જાગે પોઅચી ગીયહા.”
બાકી આદામા પાપ ચ્યા વરદાના હારકા નાંય હેય, જીં પોરમેહેર આપહાન ચ્યા સદા મોયાકોય દેહે, કાહાકા યોક માઅહા પાપ કોઅના લીદે બોજ લોક મોઅઇ ગીયે, બાકી પોરમેહેરા સદા મોયા એને ન્યાયપણા વરદાન ચ્યા કોઅતાબી વોદારી હેય, જીં ચ્યાય બોજ લોકહાહાટી ચ્યા યોક ઈસુ ખ્રિસ્તાકોય દેનલા હેય.
આપહે બોરહો કોઅના લીદે ખ્રિસ્તાય આપહાન પોરમેહેરા સદા મોયામાય પોઅચાડયાહા, જાં આમી આપા હેજે, એને આપા યે વાતેહાટી આનંદ કોઅજેહે કા આપહાન પોરમેહેરા મહિમામાય ભાગી ઓઅના આશા હેય.
પોરમેહેરાઆરે કામ કોઅના લીદે આમા તુમહાન ઇબી વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરા જીં સદા મોયા તુમહાન મીળહી, ચ્યેલ નોકામ્યી મા જાં દાહા.
આંય ઈ વાત માનતાહાવ કા પોરમેહેરાય આમહે પ્રતિ ચ્યા સદા મોયા લીદે આપહાન બોચાવ્યા, કાહાકા જો લોક મૂસા નિયમ પાળીન ન્યાયી બોનતે, તે ખ્રિસ્તાલ હુળીખાંબાવોય ચોડીન મોઅરા નાંય પોડતા.
જોવે આમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં, તે પોરમેહેરાય આપહાન ખ્રિસ્તાઆરે જીવતા કોઅયા, પોરમેહેરા સદા મોયા લીદે આપહે તારણ જાયલા હેય.
કાહાકા તુમહે ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે, પોરમેહેરા સદા મોયા ને લીદે તુમહે તારણ જાયલા હેય, ઈ તુમહે પાયને નાંય જાયા, બાકી પોરમેહેરા દાન હેય.
બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.
જેહેકોય બોદી દુનિયામાય ઈ હારી ખોબાર ફેલાય રિઅલી હેય એને બોજ લોક વિસ્વાસી બોની રીઅલા હેય, તેહેકોયનુજ તુમહે વોચમાય ઓઅતા યેય રીયલા હેય જ્યા દિહયાથી તુમાહાય યાલ વોનાયા એને પોરમેહેરા સદા મોયા હાચ્ચાઇ પુરી રીતેકોય હોમજી ગીયા.
આમા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ, એને આપહે આબો પોરમેહેરાલ પ્રાર્થના કોઅજેહે, જ્યાંય આપહાન પ્રેમ કોઅયા, એને આપહાન અનંતકાળા દિલાસો એને હારી આશા દેનલી હેય.
આમહે પ્રભુય સાદા માયેવોય બોજ સદા મોયા કોઅયી, ચ્ચાય માન બોરહો એને પ્રેમ દેના કાહાકા આંય ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ આતો.
ચ્યા ઇચ્છા હેય કા બોદહાન હાચ્ચાયે જ્ઞાન ઓઅય, એને બોદહા બોચાવ ઓઅઇ જાય.
બાકી આમી આપહે તારણારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત યેય ગીયહો એને ચ્યેય આપહાન ચ્યા મોયા દેખાડલી હેય, ચ્યેય મોતા શક્તિલ નાશ કોઅય દેના એને આપહાન દેખાડયાં કા હારી ખોબારેકોય અનંતજીવન દેનલા હેય.
બાકી પ્રભુય મા મોદાત કોઅયી એને માન બોજ ઈંમાત દેની, જેથી આંય ખ્રિસ્તા હારી ખોબાર બોદહાન પ્રચાર કોઉ, જેથી બોદા ગેર યહૂદી લોક વોનાય હોકે, એને ચ્યેય માન મોરણા માઅને બોચાવી લેદલો હેય.
એને હાચવીન રા, ઓહડા નાંય બોને, કા કાદો પોરમેહેરા સદા મોયાથી આલાગ રોય જાય, એને તુમહે વોચમાય ઓહડા કુળ યેઅરી કા પરેશાન્યે કારણ બોના લાગે, ઓહડા માઅહું તુમહેમાઅને બોજ લોકહા જીવન બગડાવી હોકહે.
બાકી હાચ્ચાઇ ઈ હેય કા ઈસુવા લેવાલ કોલહાક સમયાહાટી હોરગા દૂતહા કોઅતા વાયજ કમી કોઅયેલ, એટલે પોરમેહેરા સદા મોયાથી ઈસુ દુઃખ ઉઠાવના પાછે દુનિયા બોદા લોકહાહાટી મોઅઇ જાય, યાહાટી પોરમેહેરે ચ્યાલ મહિમા એને આદરા મુગુટ પોવાડયો.