15 જ્યા લોકહા મોન ચોખ્ખાં હેય ચ્યાહાહાટી બોદા ચોખ્ખાં હેય, બાકી જ્યા લોક અશુદ્ધ હેય ચ્યાહાહાટી કાયબી ચોખ્ખાં નાંય હેય, કાહાકા ચ્ચાહા મોન એને અંતકરણ ખારાબ હેય.
માઅહું જીં વિચાર કોઅહે, આખહે એને કોઅહે, તીંજ માઅહાન પોરમેહેરા હામ્મે મેલાં કોઅહે.
પાછા બીજી વોખાતે ચ્યાલ આવાજ વોનાયા યેનો, “જીં કાય પોરમેહેરે શુદ્ધ કોઅયાહાં, ચ્યાલ તું અશુદ્ધ મા આખહે.”
આંય જાંઅહું, એને પ્રભુ ઈસુમાય માન ખાત્રી હેય, કા બોદાંજ ખાઅના ખાંહાટી શુદ્ધ હેય, બાકી જીં ચ્યાલ ખાંહાટી અશુદ્ધ માનહે, ચ્યાહાટી તી અશુદ્ધ હેય.
ખાઅના લીદે પોરમેહેરા કામ નાંય બોગાડ, બોદા ખાઅના શુદ્ધ હેય, બાકી ઈ ઠીક નાંય હેય જોવે તુમા જીં ખાતહેં, ચ્યા લીદે બિજા માઅહાહાટી ઠોકર લાગહે.
બાકી જો પોતાના મોનામાય શંકા કોયન ખાહે, તી ડૉડ યોગ્ય હેય, કાહાકા તી બોરહાકોય નાંય ખાય, એને જીં કાય બોરહાકોય નાંય, તી પાપ હેય.
તુમા એહેકેન આખતેહે કા, આમહાન બોદા કાય કોઅરાહાટી સુટ હેય, હાં, બાકી તુમહેહાટી બોદા કાય કોઅના હારાં નાંય હેય, તુમહાન બોદા કાય કોઅના સુટ હેય, બાકી બોદા કાય કોઅના પોરમેહેરામાય આપહે બોરહાલ મજબુત નાંય કોએ.
જીં કાય ખાઅના વસ્તુ આટામાય વેચાયેહે, તી બોદી વસ્તુ ખાં, બાકી મોનામાય શંકા કોઇન મા ખાહા, કા ઈ વસ્તુ મુર્તિહી હામ્મે બેટ કોઅલા ઓઅરી કા નાંય.
મા જવાબ ઓ હેય, તુમા ચાહે ખાં, ચાહે પિયે, ચાહે જીં કાય કોએ તી બોદા પોરમેહેરા મહિમાહાટી કોઆ.
બાકી આજુબી કોલહાક વિસ્વાસી લોક નાંય જાંએતકા મુર્તિમાય કાયજ શક્તિ નાંય હેય, કાહાકા ચ્યે પેલ્લે ચ્યેજ મુર્તિહી આગલા પાગે પોડતે આતેં, આમી જોવે ચ્યે મુર્તિલ બલિ ચોડાવલા ખાઅના ખાતહેં, તે ચ્યે પોતાના મોનામાય એહેકેન વિચાર કોઅતેહે કા ચ્યાહાકેન પાપ ઓઅય ગીયા, કાહાકા ચ્યાહા હૃદયામાય આજુબી ખાત્રી નાંય હેય.
એને ચ્ચા માઅહામાય સદા જગડા પૈદા ઓઅતાહા એને ચ્યાહા બુદ્દિ કામ નાંય કોઅય, એને ચ્યાહાન હાચ્ચાયે બારામાય નાંય હોમજાય, ચ્યાહાન એહેકેન લાગહે કા, પોરમેહેરા ભક્તિ કોઅના પોયહા કામાવના તરીકો હેય.
ઈસુ ખ્રિસ્તા લોય છાટવાથી, આમહે અશુદ્ધ રુદય દુર ઓઅય ગીયહા, એને આમહે શરીરાલ ચોખ્ખાં પાઆયાથી દોવલાં જાવાથી, આમહાન તિયાર કોઅલા ગીયહા, યાહાટી આમી યા, આમા હાચ્ચે દિલથી એને મજબુત બોરહાહાતે પોરમેહેરાપાય જાતા.
એને હાચવીન રા, ઓહડા નાંય બોને, કા કાદો પોરમેહેરા સદા મોયાથી આલાગ રોય જાય, એને તુમહે વોચમાય ઓહડા કુળ યેઅરી કા પરેશાન્યે કારણ બોના લાગે, ઓહડા માઅહું તુમહેમાઅને બોજ લોકહા જીવન બગડાવી હોકહે.
તે પાછે વાયજ વિચાર કોઅય એઆ કા ખ્રિસ્તા લોય આમહે રુદયાલ ચ્યા કામહાથી કોલહા ચોખ્ખાં કોઅરી જ્યેં મોરણા એછે લેય જાતહેં, એટલે આમા જીવતા પોરમેહેરા આરાધના કોઅય હોકજે. કાહાકા અનંત આત્મા સામર્થ્યા થી, ખ્રિસ્તાય આમહે પાપહાહાટી પોતે પોતાલ બલિદાના રુપામાય પોરમેહેરાલ બેટ છોડવી દેનો.