14 એને યહૂદીયાહા જુઠયો કાહાન્યેહેવોય મોન લાવતેહે એને હાચ્યો વાતો નાંય માને, ઓહડા લોકહા વાત નાંય માનના.
એને ચ્યાહા ભક્તિ માંહાટી નકામી હેય, કાહાકા ચ્યા માઅહાથી બોનાડલા નિયામાહાન પોરમેહેરા નિયમા રુપામાય લોકહાન હિકાડતાહા.”
ચ્યાહા ભક્તિ માંહાટી નકામી હેય, કાહાકા ચ્યા લોકહાન માઅહા બોનાડલા રીવાજ પાળા હિકાડતાહા, જેહેકોય ચ્યા મા હુકુમ હેય.
બાકી આમી જોવે તુમહે પોરમેહેરાઆરે યોક રીસ્તો હેય, કા એહેકેન પોરમેહેરાય તુમહાન ચ્યા પોહહા હારકે સ્વીકાર કોઅલે હેય, તે પાછે તુમા નોબળા એને નોકામ્યા પેલ્લા શિક્ષણા ગુલામ બોનાહાટી કાહા ફિરી ગીયહેં? કાય તુમહાન બીજેદા ચ્યાજ ગુલામ બોનના લાલસા હેય?
યા બોદા રીતિરિવાજ કાય કામા નાંય હેય, કાહાકા યા માઅહા બોનાડલા નિયમ એને દુનિયા શિક્ષણ હેય.
ચ્યે પોરમેહેરા હાચ્ચાઇ વાત વોનાયા છોડીન, બાકી બનાવટ્યો વાતો વોનાયા મોન લાવતેહે.
ઈ હોમજીન કા તો પાપી હેય, એને ચ્યા ખારાબ કામ ચ્યાલ દોષી ઠોરવેહે.
હાચવીન રા, એને ચ્યા આખનારા આગના પાળના મોનાય મા કોઅહા, કાહાકા ઈસરાયેલા લોકહાન જોવે દોરત્યેવોય ડોંડ દેનો કાહાકા ચ્યાહાય ચેતાવણી દેનારા આગનાયેહેલ નાંય પાળી. યાહાટી જો આમા ચ્યા હોરગામાઅને બોલનારા આગના નાંય પાળહુ તે આમા બી નાંય બોચી હોકહુ.
ચ્યાહાય જીં કોઅયાહાં, બિલકુલ તીજ વાત યા બેની દાખલા આખતાહા, “કુતરાં જીં વોકી કાડહે, એને પાછા ચ્યાલ ખાય લેહે,” એને, “જોવે કાદાં માઅહું યોકા ડુકરાલ દોવી દેહે, તે તી ડુકરા પાછા કાદવામાય લોળાંહાટી જાહાય.”