13 ક્રેતે લોકહા બારામાય યો વાતો આમીબી હાચ્યો હેય, ચ્યાહાટી તું ચ્યાહાન ખિજવાયન ઠપકો દેતો રો, કા ચ્યાહા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો મજબુત બોની જાય.
યાહાટી આંય તુમહેપાય યેઅના પેલ્લા યો વાતો લોખતાહાવ, એટલે માન પોતાના ઓદિકારાલ ઉપયોગ કોઅના કાય જરુર નાંય પોડે, જીં પ્રભુય માન દેનહા. કાહાકા આંય મા પોતાના ઓદિકારા ઉપયોગ તુમહે બોરહાલ મજબુત કોઅરાહાટી કોઅરા માગતાહાવ નાંય કા નાશ કોઅરાહાટી.
વ્યબિચાર કોઅનારા, સમલૈગીકતા, ગુલામ લોકહાન વેચનારા, જુઠા બોલનારા, જુઠી સાક્ષી આખનારા, એને ચ્યા લોક જ્યા હાચ્ચાં શિક્ષણ પરમાણે નાંય ચાલેત ચ્યાહાહાટી નિયમ હેય.
તું યો બોદ્યો વાતો બોદા વિસ્વાસી લોકહાન સાદા યાદ કોઆડ તે તું ઈસુ ખ્રિસ્તા હાચ્ચો સેવાક બોનહે, એને તોવે તું સંદેશ એને હારા શિક્ષણાકોય મજબુત ઓઅહે, જ્યા તુયે ઈમાનદારીકોય પાલન કોઅલા હેય.
જ્યેં વિસ્વાસી પાપ કોઅતેહે ચ્યાહાન બોદહા હામ્મે ઠપકો દે, જેથી બિજા વિસ્વાસી લોક પાપ કોઅરાહાટી ધાકાય.
તું પોરમેહેરા વચના પ્રચાર કોઓ, હારી પરિસ્થીતીમાયબી, એને ખારાબ પરિસ્થીતીમાયબી તિયાર રો, પુરી સહનશીલતા કોય લોકહાય કાય બુલ કોઅયીહી તી દેખાડ, એને ચ્યાહાન ચ્યાહા પાપ કોઅના લીદે દોમકાડ, બાકી ચ્યાહાન પ્રોસ્તાહિત કોઓ.
યાહાટી, ઓ તીતુસ તું ક્રેતે બેટાવોય રોનારા વિસ્વાસી લોકહાન યો વાતો હિકાડ. જ્યો માયે તુલ આખ્યોહો તી પાળાહાટી ઉત્તેજન દે એને નાંય પાળનારાહાન તુલ દેનલા પુરા ઓદિકારથી ઠપકો દે ઈ ખાત્રી કોઓ કા, જીં તું હિકાડતોહો તી કાદાં ચ્યાલ અનાદર નાંય કોઅય.
ડાયા માટડાહાન હિકાડ, કા ચ્યા પોતાલ તાબામાંય રાખનારા બોને, એને લોકહામાય માનપાન મીળે એહેકેન વ્યવહાર કોએ, હોમાજદાર બોને, એને ચ્યાહા પોરમેહેરાવોય મજબુત બોરહો રા જોજે, બિજા લોકહાવોય પ્રેમ કોઅરા જોજે, એને સહન કોઅના મજબુત રા જોજે.